આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪

આજ ઉજાગરો નેણ દીસે હરિ, પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા;
પાઘના પેચ ચઉ દીશ છૂટી રહ્યા, વદન કાજળ તણા દાગ લાગ્યા. આ. ૧
આળસ અંગમાં થાક લાગ્યો અતિ, અધર તંબોળની રેખ રાતી;
ફૂલ ગળે માળ તે અતિ ચોળાઇ ગઇ, માલ મોતી તણાં ચેન છાતી. આ. ૨
કપટ મેલો હવે નાથ સાચું કહો, આજ કેને તમે હાથ આવ્યા;
પાલટી મોજડી પડી રહી પાંભડી, લાલજી ચીર ક્યાં થકી લાવ્યા. આ. ૩
કામરૂ દેશની મળી કોઇ કામની, મંત્રે બાંધ્યા તેની કેડ ડોલો;
બ્રહ્માનંદ કહે હરી વાત પૂછું ખરી, બીઓ માં અમથકી સાચું બોલો. આ. ૪

મૂળ પદ

આજ ઉજાગરો નેણ દીસે હરિ

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી