વ્હાલા પ્રકાશકો,

>  સૌ પ્રથમ તો કીર્તનોને ઓડિયો દ્વારા પ્રકાશીત કરીને અધ્યાત્મની, ગુજરાતી સાહિત્યની અને સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય સેવા કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ.

>  કીર્તનોના ઓડિયો વિભાગમાં પ્રકાશકનું નામ દર્શાવેલ છે.જ્યાં અમને નામ નથી મળ્યું ત્યાં અજાણ શબ્દ વાપરેલ  છે.આપે જે કીર્તન ધ્વની મુદ્રિત(રેકોડિંગ) કરી પ્રકાશિત કર્યું હોય અને તે આ વેબસાઈટમાં મુકેલ ન હોય તો આપ તે સીડી,કંપનીનું નામ સરનામું અને કાયમી કોન્ટેક નંબર  અમને ખાત્રી માટે  મોકલશો  તો આપનું પ્રકાશક તરીકેનું નામ અમે સુધારીને સરનામાં સહીત  પ્રકાશિત કરીશું. સાથે સાથે કોણે ગાયેલું છે તે જણાવશો તો તે માહિતી પણ પ્રકાશિત કરીશું.

>  ભવિષ્યમાં પણ આપ દ્વારા અત્યાર સુધીમાં કીર્તનોની જેટલી નવી સીડી પ્રકાશિત થઈ હોય તે બધી સીડી બને તો તે તમારી જાહેરાત માટે અમને જરૂરથી મોકલશો જેથી આ વેબસાઈટના માધ્યમથી આખી દુનિયામાં તેનો પ્રચાર થઈ જાય અને આપના કીર્તનોને જન જન સુધી પહોચાડવાનો હેતુ  બર આવે.