Logo image

આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ

આજની ઘડી રે ધન્ય આજની ઘડી;
		મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી...ટેક.
કામ ક્રોધ ને લોભ વિષય, ન શકે નડી;
	માવજી કેરી મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે...આજની૦ ૧
જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;
	સદ્‌ગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે...આજની૦ ૨
ચોરાશી ચહુ ખાણમાં, હું તો થાક્યો આથડી;
	અંતર હરિસું એકતા થાતાં, દુગ્ધા દૂર પડી રે...આજની૦ ૩
જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઊઘડી;
	લાડુ સહજાનંદ નીરખતાં મારી, ઠરી આંખડી રે...આજની૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ભાગ્યોદય, ધન્યતા,, સ્વાનુભવ, બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન ગઢવી (વિષે)
ઉત્પત્તિ:
જે વિરલ ક્ષણે અંતર પ્રભુને ઓળખે છે, એ ક્ષણ પણ ધન્ય થેઈ જાય છે ! આવી કોઈક વિરલ ઘડીએ સહજાનંદને નીરખતા અંતરમાં વ્યાપેલા આનંદને રાજકવિ લાડુદાને કાવ્યમાં તો કથિત કરી નાંખ્યો, તેમ છતાય એ આનંદ તો અવર્ણનીય જ રહ્યો ! ૩. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી ... “આવો આવો લાડુદાનજી ! ગઢડામાં એભલ ખાચરના લીંબુતરુનીચે બેઠેલા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે ભાવનગરથી વજેસિંહ બાપુનું રાજસન્માન પામીને આવેલા રાજકવિ લાડુદાનજીને ઉષ્માભર્યો આવકાર આપતા કહ્યું અને પછે, પોતાના ગળામાં પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. ગઢડા આવતા માર્ગમાં કરેલા પોતાના સંકલ્પ સત્ય થતા જોઇને લાદુદાનજીને એમ લાગવા માંડ્યું કે આ તો સાગરનો તાગ લેવા નીકળેલી મીઠાની ભરેલી કોથળી સાગરના પાણીમાં ઓગળતી જાય છે ! લાડુદાનજીની કવિત્વશક્તિથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાજા વજેસિંહજીએ કવિનું રાજસન્માન કર્યું હતું. કવિને માટે સુવર્ણ આભૂષણો બનાવવાના હતા, તેથી રાજુલાવાળા નાગદાન સોનીને મહારાજાએ બોલાવ્યા. સોની સત્સંગી હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉર્ધ્વપુંડ્ર તિલક કુમકુમનાં ચાંલ્લા સહિત કર્યું હતું. આ નવીન તિલક જોઇને કવિને આશ્વર્ય થયું. તેમણે સોનીને પૂછી નાખ્યું : ‘મહાજન ! આ વળી ક્યાં સંપ્રદાયનું ટીલું કર્યું છે ?” મહાજન નમ્રતાથી જવાબ વાળ્યો “કવિરાજ ! સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મનુષરૂપે પ્રગટ થયા છે, હું એમનો આશ્રિત છું.” આ સાંભળી લાડુદાનજી કહે ‘ આવા તો વિશ્વમાં કેટલાંય ધતિંગ ચાલે છે. અમે ચારણ એમ ખાતરી કર્યા વિના લોલેલોલ કરીને કોઈને ભગવાન ન માની લઈએ.” તે વખતે વજેસિંહ મહારાજે પણ તેમાં સૂર પુરાવતા કહ્યું :“કવિરાજ ! અમારા રાજ્યમાં આ તરફ સણોસરથી આથમણી દિશામાં સાત ગાઉં છેટે ૨૪ ધન્ય આજની ઘડી ૨૫ ગઢડા ગામ છે ત્યાં આ સ્વામીનો મુકામ છે ,તમે ત્યાં જઈને ખાતરી કરી આવો કે ખરેખર ભગવાન છે કે ધતિંગ છે !” કવિ તરત જ ઉત્સાહમાં આવી જી બોલ્યા: “ભલે બાપુ ! હું ગઢડા જઈ પાકી ખાતરી કરી ત્રણ દિ’માં પાછો આવું છું પણ જો સાચું હશે તો શેષ જીવન ત્યાંજ વિતાવીશ. “ મહા કવિરાજ સભામાંથી ઊઠી ગઢડા જવા તૈયાર થયા ત્યારે વૃદ્ધ સોની ભક્ત મર્મમાં બોલ્યા કે “કવિરાજ ! એક કહેવત છે કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો તે પાછી આવે ખરી ! સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે . માટે સમાગમ કરજો.’’ કવિરાજ કહે:: “એ તો ખરે ખબર પડશે !” લાડુદાન ગઢડા જવા ઉપડ્યા ત્યારે તેમના મામા અભયદાનજી* તેમને મળવા રાજસ્થાનથી આવ્યા હતા , તેમને પણ કવિએ પોતાની સાથે લીધા . ગઢડાનાં પાદરમાં લાડુદાને ચાર સંકલ્પ કર્યા. (૧) જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું એમની પાસે જાઉ ત્યારે મારી આજ સુધીની જીવનકથની કહી સંભળાવે. (૨) એમના ચરણોમાં સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેના સોળ ચિહ્નો હોવા જોઈએ . (૩) અત્યારે ગુલાબની મોસમ નથી છતાં હું જાઉ ત્યારે એમણે ��ુલાબનો હાર પહેર્યો હોય અને તે મને પહેરાવે. (૪) વળી હું જાઉ ત્યારે કાળા કામળા પર શ્રીમદ્ ભાગવતનું પુસ્તક પૂર્વાભિમુખ બેસી વાંચતા હોય. આ સંકલ્પો સાચા પડે તો ભગવાન માનવા.  વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવે લાડુદાનને વડોદરા રાજના રાજકવિ તરીકે રાખવા માટે માનપૂર્વક આમંત્રણ આપ્યું હતું. તે સંદેશો લઈને તેમના મામા અભયદાનજી આવ્યા હતા. ૨૬ કીર્તન માધુરી ગઢડામાં એભલ ખાચરના દરબારમાં પ્રવેશતાં જ કવિરાજના સંકલ્પ એક પછી એક સત્ય થવા લાગ્યા. કવિએ જોયું કે કાળા કામળા પર રાખેલું ભાગવતનું પુસ્તક વંચાતું હતું. લાડુદાનને જોતા જ તેમનું નામ લઈને મીઠો આવકાર આપીને શ્રી સહજાનંદ સ્વામીએ પોતે પહેરેલો ગુલાબનો હાર કવિને પહેરાવ્યો. પછી કવિને પોતાને પાસે બેસાડીને શ્રીહરિએ એભલબાપુને કહ્યું: “બાપુ ! આ લાડુદાનજી બહુ મોટા રાજકવિ છે, કચ્છમાં ચૌદ વર્ષ રહીને પિંગળ શીખી એ ઉત્તમ કવિ બન્યા છે, ત્યાર બાદ તેઓ ત્યાં‌ના મહારાવનો સરપાવ પામ્યા. ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ અને ભાવનગરના રાજવીઓને પણ તેમની કાવ્યશાક્તિથી તેમણે મુગ્ધ કરી દીધા છે. હાલમાં તેઓ ભાવનગરથી આવ્યા છે . વજેસિંહબાપુએ એમને મોકલ્યા છે. માટે રાજવીને છાજે તેવી રીતે તેમની બરદાસ્ત કરજો.” લાડુદાનજી તો સ્થિર હૈયે આ બધું સાંભળી રહ્યા. શ્રીહરિની નયનરમ્ય મૂર્તિના અનિમેષ નેત્રે એ દર્શન કરી રહ્યા. થોડીવારે શ્રીજીએ તકિયે અઠિ‌ગણ દઈને બેસતા પોતાના બંને ચરણ પ્રસાર્યા. ત્યારે કવિરાજે પ્રભુના બંને ચરણો બહુ બારીકાઈથી નીરખ્યા. બંને ચરણોમાં સોળ ચિહ્‌નો બહુ સ્પષ્ટ દેખાતા હતા. કવિના અંતરમાં પ્રકાશ થઇ ગયો. માતાના ગર્ભમાં હતા ત્યારથી અત્યાર સુધી પોતાના દ્રષ્ટિપથમાં જે દિવ્ય પ્રતિમા નિરંતર દેખાયા કરતી તે જ આ પ્રગટ સ્વામિનારાયણ પ્રભુ છે, એવો અંતરમાં નિશ્ચય થતા કવિના હૈયામાં ધન્યભાવ વ્યાપી ગયો. એમના અંતરની આંખ સહજાનંદને નિહાળીને ઠરી અને એ સાથે જ એમનું કવિ હ્રદય ગાઈ ઊઠ્યું : ‘આજની ઘડી રે, ધન્ય આજની ઘડી: મેં નીરખ્યા, સહજાનંદ, ધન્ય આજની ઘડી’ કવિનું દેહાભિમાન ઓગળી ગયું, સહજાનંદના સ્વરૂપમાં ચિત્ત સમાધીરથ થઈ ગયું. રમણીય ઘડીની ધન્યતાનું એ ગાન હતું. એ ધન્ય આજની ઘડી .... ૨૭ ગાન ગાતાં, લાડુ સહજાનંદ નિરખતા ઠરી આંખડી” એ અંતિમ પંક્તિ તો સહજાનંદ સ્વામી સામે જોઈ ઉંચો સ્વર કરી કરીને વારે વારે પોકારી કવિએ પ્રેમની ઉત્કટ ઊર્મિ ઠાલવી. લાંબા કાળના વિયોગ પછે પ્રિયજનની પ્રાપ્તિ થાય તે સમયના જેવો હર્ષોન્મા‌દ કવિના હ્રદયનો જોઈ ત્યાં બેઠેલા સર્વજનો આશ્ચર્યથી ચકિત થઇ ગયા. આશ્રય કરી સાધુ થયા. મહારાજે પહેલા એમનું નામ શ્રીરંગદાસજી પાડેલું, પણ એકવાર સ્વામીનું બ્રહ્માસ્ત ભક્તકવિરૂપ જોઇને શ્રીજી બોલી ઉઠ્યા; “વાહ બ્રહ્માનંદ ! તમે તો ખુબજ બ્રહ્મનો આનંદ માણો છો.” ત્યારથી કવિનું નામ ‘શ્રીરંગ’ માંથી ‘બ્રહ્માનંદ’ થયું કવિને પણ એ નામ કાવ્યા‌ન્તે છંદરચનામાં ગોઠવવામાં અનુકૂળ આવવાથી વધુ સ્વીકાર્ય લાગ્યું. * કાવ્યકૃતિ :- ( રાગ ખમાચ) આજની ઘડી રે , ધન્ય આજની ઘડી; મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ટેક કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી; શ્રીહરિજીની મૂર્તિ, મારા હ્રદયમાં ખડી રે ... ધન્ય ..૧ જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોતી અડી; સદ્‍ગુરુની દર્ષ્ટિ થાતા, વસ્તુ એ જડી રે ... ધન્ય ...૨ ચોરાસી ચહુ ખાણમાં, હું તો થાક્યો આથડી; અંતર હરિ શું એકતા તારે, દુગ્ધા દૂર પડી રે ..ધન્ય ...૩ જ્ઞાન કૂંચી ગુરુ ગમશે, ગયા તાળાં ઉઘાડી; લાડુ સહજાનંદ નીરખતા, ઠરી આંખડી રે ... ધન્ય...૪  દર્ભ : શ્રી બ્રહ્મસંહિતા . ( પર. ૩. અ-૨ ) ૨૮ કીર્તન માધુરી આસ્વાદ : ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ દર્શન વેળા, એ જ ક્ષણે... “ આજની ઘડી રે , ધન્ય આજની ઘડી” નાં ઉમંગસભર ઉદ્‌ગાર અતિ સહજભાવે ગાનાર બ્રહ્માનંદ, મધ્યકાલીન સાહિત્યના ગણમાન્ય શિઘ્રકવી હતા, જે એમણે સર્જનપ્રતિભાને આગવી વિશેષતા છે. કવિએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીને પ્રથમ વાર જોયા એ સાથે જ એમને તે જ સાક્ષાત્‌ પ્રભુ હોવાને પ્રતીતિ થતા એ રમ્ય પળે એમના અંતરમાં જે ધન્યતાનો ભાવ વ્યાપી ગયો. એ ભાવને મુખરિત કરતું‌ આ પદ છે, જે ક્ષણે પ્રભુ ઓળખાયા એ ક્ષણ પણ ધન્ય થઇ ગઈ. હવે કામ, ક્રોધ, લોભ કે વાસના નહિ નડી શકે, કારણ કે હવે શ્રીહરિજી (સહજાનંદ) ની મૂર્તિ હૃદયમાં પ્રત્યક્ષ છે. કવિ કહે છે: “જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી; સદ્‍ગુરુની દ્રષ્ટિ થાતા, વસ્તુ એ જડી રે .” જીવની પરિમિત બુદ્ધિ બ્રહ્મના મુળ સ્વરૂપને જાણી શકતી નથી, એ મોટી અડી-અડચણ ( અવરોધ) છે. પણ સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિ થાય ત્યારે એ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે. મૂળ બ્રહ્મસ્વરૂપ ઓળખાય છે. એથી આ ઘડી ધન્ય છે, જીવ ચોરાશી લાખ યોનીમાં ચાર પ્રકારની ખાણ ( સ્વેદજ , જરાયુજ , ઉદ‌‍્‍ભિજ્જ , અંડજ)માં ભ્રમણા કરે છે પરંતુ અંત:કરણમાં ઈશ્વર સાથેની એકતા સિદ્ધ થાય ત્યારે આ જન્મજન્માંતરની પીડા (દુગ્ધા ) ટળે છે, જ્ઞાન કૂંચી મળી અને તે કેમ લાગુ કરવી એ બાબતમાં સદ્‍ગુરુનું માર્ગદર્શન મળ્યું. એટલે બધા તાળાં ઊઘડી ગયા. બધા રહસ્યો સમજાઈ ગયા. લાડુને હવે સહજાનંદ સ્વામીનું દર્શન થયું તેથી એની આંખડી ઠરી છે. હવે નજર પ્રભુ પર જ ધન્ય આજની ઘડી ૨૯ કેન્દ્રિત થઇ છે અને પરમ શાંતિનો અનુભવ થયો છે. આંખડી ફરી ઘણે ઠેકાણે , નજર રખડી ઠેર ઠેર , પણ હવે ઠરી તો સહજાનંદ પર જ . કવિનું માન મીણની જેમ ઓગળી ગયું . સહજાનંદના સલૂણા સ્વરૂપમાં મન મોહી ગયું. એ રમણીય ઘડીની ધન્યતાનું આ ગાન છે. કવિની પ્રાસરચના સહજ સિદ્ધ છે ને ગેયતાનો પરિતોષ કરનારી છે. બ્રહ્માનંદના પળોમાં ખીલી ઉઠેલા ભાષાસૌંદર્યથી પ્રભાવિત થઈને સ્વ. કનૈયાલાલ મુનશી પોતાના “ Gujarat and its literature” નામના ગ્રંથમાં લખે છે: “ all these Poets of Sadhus sang about Sahajanand’s amours, rhymed moral teaching and bewailed the futility of life in the best style of the age. In beauty of language, Brahmananda, surpasses all his contemporaries except Dayaram” Page : 268

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અખિયાં શ્યામકે રંગ રાતી હો ૪/૪

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા ૪/૪

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા 4/4

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ ..

બ્રહ્માનંદ સ્વામી
૬ / ૮

અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે..

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૨

અપના યા જગમેં નહીં કોય

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અબ તો કનૈયા, રખું નેનનને રે હો...

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી;

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અમને ગયા છો વાઇને રે વહાલા અમને ગયા છો વાઇને

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલબેલા આવો મારે ઓરડીયે રે..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો રે, કે મળીએ એકાંતે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૮

અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૧૨

અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલાજી લાગી આંખડલી રે..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલબેલે અધરાતની રે મનમોહન મધરાતની રે, વહાલે વજાડી વેણ

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અલબેલો ખેલત જમુના-તીર

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અલબેલો ખેલત નવલ ફાગ અતિ નવલ રંગ અરુ નવલ રાગ

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૬

અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલબેલોજી મારે મંદિર, રઢીઆળી વેણ રે, હો સાહેલી ૪/૮

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

અલવ ન કરીએ રે અલવીલા

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

અલવિલા રે તારી આંખડી રે છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા.

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલવીલો ઉભો રે જોરાવર..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે..૫/૮

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો.

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અવસર એસા નહીં મિલે, તું ભજી લે શ્રીપતિ રામ હો પ્યારે.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર, ઝૂકી આવી આકાશમાં

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૧૩

અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી, જીસમેં મોહે સકલ નરનારી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૨

આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી ;૩/૮

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૧૨

આંખડલી જાદુગારી શ્યામની રે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આંખડલી શરદસરોજ, રસીલા લાલની

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે..

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આઓ વ્રજરાજ પિયારી..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ એકાદશી પરમ અનૂપા અઘહન સુદકી આઇ હો

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૨

આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે;

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે; મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ દીઠી મુજને એકલી ધુતારે રે..

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે ;

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ નંદ મહરને ધામ રે પ્રગટ્યા પ્રીતમ પાતળિયો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે

બ્રહ્માનંદ સ્વામી
૫ / ૮

આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૮

આજ મારો જનમ સુફલ થયો આલી, છેલછબીલો આવ્‍યા મારે મંદિરે ચાલી રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ મુને સામો મળ્યો છે અલબેલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ.

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૮

આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ વહાલો ઊભા છે જમુનાને આરે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૮

આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪

આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે

બ્રહ્માનંદ સ્વામી
૭ / ૮

આજ સખી જમુનાકે તટમેં, ખેલત કુંજવિહારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

આજ સખી જોને નંદતણે ઘેર, આનંદ ઉત્સવ ભારી રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪
www.swaminarayankirtan.org © 2025