વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી...ટેક. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી...વાલા૦ ૧ મોરડલી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી...વાલા૦ ૨ જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતડલી...વાલા૦ ૩ બ્રહ્માનંદ કરે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતડલી...વાલા૦ ૪
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
હસમુખભાઈ પાટડિયા
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
હરિકૃષ્ણ પટેલ
વાતડલી રહોને રાતડલી, વાલા પૂછું એક વાતડલી
અજાણ (ગાયક )
ભાવાર્થઃ- મારે તમને એક વાત પૂછવી છે કે તમારી મોરલી લઈને તમને દાતરડી અને વેલણ કોણે આપ્યું અને તમે શા માટે લીધું ? II૧II હે પ્રીતમજી ! પીતાંબરને બદલે આ નવી નવભાતી સાડી ક્યાંથી લાવ્યા ? ભૂતકાળમાં દેવોને અમૃત આપવા તમે મોહિની સ્વરૂપ ધારણ કરેલું. હે પ્રભુ ! આજે પણ એ મોહિનીના સ્વરૂપનો આબેહૂબ વેશ ભજવી ભૂતકાળના સંસ્મરણોની યાદ અમોને તાજી કરાવી. અમારા પણ ધન્યભાગ્ય છે કે આજે લૌકિક દર્શન કરાવી અમારા નિઃસંશયપણાના નિશ્ચયની પરીક્ષા કરી. II૨II પ્રભુ આપ જેની ઘરે રાત રહ્યા એની કઈ જ્ઞાતિ હતી ? એનો આપને લેશ માત્ર પણ વિચાર ન થયો ? અસત્ શૂદ્રની ઘરે રાત રહેવા છતાં આપને કોઈ જાતનો સંશય ન થયો. માટે તમારી છાતીને કોટિ ધન્યવાદ. II૩-૪II રહસ્યઃ- પદનો ઢાળ આમતો પરંપરાગત લોકઢાળ ગણાય છે. છતાં ગેયતાની દૃષ્ટિએ આકર્ષક છે. સ્વાનુભવના રણકા સાથે રજૂ કરેલ પ્રસંગ સાંભળનારના ચિત્તમાં તરત ઠસી જાય છે. કવિની વાણી ૠજુ અને સરળ છે. અંતરની સહજ ઊલટ રજૂ કરતાં-કરતાં તેમાં વેધકતા આવી છે. આ કીર્તન વાક્પ્રસાઅદે પણ પુનઃ પુનઃ સ્મરણીય છે. કારણ કે પ્રગટસ્વરૂપના શૃંગારાત્મક ચરિત્રોમાં પણ અલૌકિક દિવ્યભાવ પ્રસ્તુત કરતું આ કીર્તન નિત્ય ગાવાલાયક છે. પદનો ઢાળ બ્રહ્માનંદ કાવ્યમાં ‘પરજ’ લખ્યો છે. તે પણ યોગ્ય જ છે. અને તાલ દીપચંદી છે.
ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજ એક વખત રીસાઈને ગઢપુરથી ચાલી નીકળ્યા. મહારાજના વિયોગથી સંત હરિભક્તો અતિદુઃખી થયા. બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર મહારાજને ખોળવા નીકળ્યા. ’લીમલી(કાનેતર)’ નામે ગામમાં શાદુલ અને સગરામ વાઘરી હરિભક્ત હતા. તેને ઘેર જઈ શ્રીજીએ કહ્યું. ‘મને સંતાડો. મને લઈ જાવા એક સાધુ અને એક કાઠી મારી પાછળ આવે છે.’ સગરામ કહે. ‘તમને ક્યાં સંતાડું?’ મારા ઘરમાં પેટી–પટારો કાંઈ નથી. મારા ભાઈ શાદુલના ઘરમાં કોઠી છે. ત્યાં જાવ.’ શ્રીજી મહારાજ તો વંડી ઠેકીને શાદુલનાં ઘરમાં જ્યાં જાય છે ત્યાં એક મોજડી પડી ગઈ. સગરામ કહે, ‘બીજી મોજડી આપો નહીંતર છતા કરીશ’ ગુહ નાવિકે કહ્યું‘તુ ‘પગ ધોવા દો પછી જ વહાણમાં બેસાડું.’ સગરામે પણ એવું જ કર્યુ. મહારાજ તો તરત બીજી મોજડી ફગાવીને શાદુલના ઘરમાં કોઠીમાં સંતાઈ ગયા. ત્યાં બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર આવ્યા. સગરામને કહે, ‘તારે ઘેર શ્રીજી મહારાજ આવ્યાના સમાચાર છે. ક્યાં મહારાજ છે ? બતાવ’ સગરામ કહે ‘મારા ઘરમાં નથી, જોઈ જુઓ.’ ઘરમાં જોયું પણ મહારાજને ન દેખ્યા. પછી બંને શાદુલને ત્યાં આવ્યા. ત્યાં પણ ન દેખ્યા. સ્વામી અને સુરાખાચર તો બહુ ચતુર. તે છેતર્યા છેતરાય એવા નહીં. બ્રહ્માનંદસ્વામી કહે, ‘શાદુલ ! મહારાજના સ્પર્શવાળા પવનની સુગંધ આવે છે. તું માને કે ન માને. પણ મહારાજ અહીં જ છે.’ એમ કહીને ફળિયામાં ખાટલા ઉપર બેઠા. શ્રીજી મહારાજ તો કોઠીમાં અકળાણા. તેથી વિચારે છે,‘હવે શું કરવું?’ પછી કોઠીમાં સ્ત્રીના કપડાં પડ્યાં હતાં એ કપડાં મહારાજે પહેરી લીધાં અને કોઠીમાંથી મોહિની સ્વરૂપ લઈને બહાર નીકળ્યા. ઘરમાં સગરામ અને શાદુલના પત્નીઓ બેઠાં હતાં. તે બંને વચ્ચે મહારાજ બેસી ગયા. બંને ભાઈઓ કહે,’ હવે અમારે ખડ નીંદવા માટે દાડીયે જાવું છે.’ એમ કહી પછેડીમાં દાતરડી વીંટીને માથે મૂકીને ચાલવા તૈયાર થયાં. ત્યારે મહારાજ કહે, મારેય દાડિયે આવવું છે. મને દાતરડી અને પછેડી આપો.’ શાદુલનાં પત્નીએ દાતરડી અને વેલણ એક પછેડીમાં વીંટીને આપ્યું. મહારાજ મોહિની રૂપ ધારીને બંને બાઈઓ વચ્ચે માથે પછેડીનો વીંટો મૂકીને નીકળ્યા. તુરત બ્રહ્માનંદસ્વામી અને સુરાખાચર સગરામને પૂછે છે કે, ‘છેલ્લાં અને પહેલાં બાઈઓ તો તમારા બેય ભાઈઓના ઘરનાં છે. પણ વચલું કોના ઘરનું ?’ એટલે શાદુલ કહે, ‘એનો કોઈ ધણી જ નથી.’ આ સાંભળી અનંત બ્રહ્માંડનો ધણી મોઢા ઉપરથી ઘૂંમટો ખસેડી હસવા લાગ્યા. મુમુક્ષુના મોક્ષાર્થે માંડેલી મહારાજની આ માનુષીલીલાને નિહાળી અલૌલિકભાવે શીઘ્રકવિ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી આનંદમિશ્રિત શૃંગારાત્મક પ્રસ્તુત શબ્દો સરી પડ્યા.
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં લગીરી મોય
અખિયાં શ્યામકે રંગ રાતી હો
અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી
અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા
અજબ વસંત વધાવા ચાલો સબ સખી સાજ કરીને
અજ્ઞાની સમજ ક્યા સૂતા, જમનકા ખાયગા જૂતા
અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી
અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ
અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે
અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે
અદ્ભૂત રસ ભરકે જો ઉઠાવત પ્રીતમ પ્રાણપિયા પિચકારી
અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે
અનિહાંરે, વનવન ઘુમત પ્યારો, નટવર નાગર નંદ દુલારો
અપના યા જગ મેં નહિ કોય
અબ તો કનૈયા, રખું નેનનને રે હો
અમ પાસે તારે તારે રે, આવીને શું કહેતા જી
અમને ગયા છો વાઇને રે વહાલા ! અમને ગયા છો વાઇને
અમને તો જોગની વાત ઉદ્ધવજી, અંતરમાં નવ ભાવે રે
અમારે મંદિરિયે આવ્યા રે, અમારે મંદિરિયે આવ્યા
અમારે મંદિરિયે આવ્યા રે (૩) રંગભીનો રાજન
અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે
અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો
અરથ સાધી લે તારો રે, અવસર આવ્યો સારો
અલખ પુરુષ અવિનાશી , ભજ મન અલખ પુરુષ અવિનાશી;
અલબેલા આવો મારે ઓરડીયે રે
અલબેલા આવો રે, કે મળીએ એકાંતે
અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં
અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે
અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા
અલબેલાજી લાગી આંખડલી રે
અલબેલારે રંગભીના પિયા, હાંરે રંગભીના પિયારે રંગભીના પિયા
અલબેલે અધરાતની રે, મનમોહન મધરાતની રે
અલબેલે શ્યામ મોકુ રંગભર મારીરી પિચકારી
અલબેલો ખેલત જમુના તીર
અલબેલો ખેલત નવલ ફાગ, અતિ નવલ રંગ અરુ નવલ રાગ
અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે
અલબેલોજી મારે મંદિર આવ્યા રે, હો સુણ આલી
અલવ ન કરીએ રે અલવીલા
અલવિલા રે તારી આંખડી રે, છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા
અલવીલા મંદિરિયે આવો, તોરા ફૂલ તણા લટકાવો
અલવીલા હઠીલા ન કીજીયે રહેજો સમજીને દૂર
અલવીલો ઉભો રે જોરાવર, જમુના કેરે તીર રે
અલીરી ઘનશ્યામ સુંદર, હો મોય નીકી વ્રજહુકી શેરી
અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે, તું જેવી હોય તેને એમ કહેજે રે
અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે
અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો
અવસર આવ્યો છે સારો
અવસર એસા નહીં મિલે
અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે
અષાઢે અલબેલડા, પવન ચાલે અતિ જોર
અહો પ્રભુ ! અચરજ માયા તુમ્હારી
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી
આ નંદનો નાનડિયો રે, અલવ કરે છે આવી આવી
આંખડલી જાદુગારી શ્યામની રે
આંખડલી શરદસરોજ, રસીલા લાલની
આંખડલીની અણીયેં, વેંધ્યા વાલે આંખડલીની અણીયેં
આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું
આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે
આંખ્યું અણિયાળી, માવા મરમાળી, રે કાંઈ કીધું, મન મારું લીધું
આંગણિયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણિયે
આઓ વ્રજરાજ પિયારી, મહલ રંગ
આજ અલબેલો રંગ રમીયા રે રજની, સુખની વાત કહું મારી સજની રે
આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને
આજ ઉજાગરો નેણ દીસે હરિ
આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે
આજ એકાદશી પરમ અનૂપા, અઘહન સુદકી આઇ હો
આજ ગઇતી હું તો જમુનાનાં પાણી, માથે હેલ ઉપાડી રે
આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે
આજ ચૌદશ પરવ અનુપ, સુંદર છેલા રે
આજ દીઠી મુજને એકલી, ધુતારે રે
આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે
આજ નંદ મહરને ધામ રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો
આજ પરભાતના અસુરા આવીયા
આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે
આજ મારે આનંદ અંતરે, જગજીવન જોઇને
આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી
આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા
આજ મારો જનમ સુફલ થયો આલી
આજ મુને સામો મળ્યો છે અલબેલો
આજ મેં ગઇ’તી આલી રે, કાલિંદી તટ
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા
આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ
આજ વસંત અજબ જમુના તટ ખેલ રચ્યો વનમાલી
આજ વહાલો ઊભા છે જમુનાને આરે
આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે
આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની
આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર
આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે
આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી
આજ સખી આનંદ મારા અંગમાં, રસિયો રંગભર રમિયા રે