અવિનાશી આવો રે, જમવા કૃષ્ણહરિ; શ્રીભક્તિધર્મ સુત રે, જમાડું પ્રીત કરી ...૧ શેરડીઓ વાળી રે, ફૂલડાં વેર્યાં છે; મળિયાગરે મંદિર રે, લીંપ્યાં લેર્યાં છે ...૨ ચાંખડીઓ પે’રી રે, પધારો ચટકંતા; મંદિરીએ મારે રે, પ્રભુજી લટકંતા ...૩ બાજોઠે બેસારી રે, ચરણકમળ ધોઉં; પાંપણીએ પ્રભુજી રે, પાવલિયા લોઉં ...૪ ફુલેલ સુંગધી રે, ચોળું હું શરીરે; હેતે નવરાવું રે, હરિ ઊને નીરે ...૫ પેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી; ઉપરણી ઓઢાડું રે, અતિ ઝીણી પોતી ...૬ કેસર ચંદનનું રે, ભાલે તિલક કરું; વંદન કરી વિષ્ણુ રે, ચરણે શીશ ધરું ...૭ ઉર હાર ગુલાબી રે, ગજરા બાંધીને; નીરખું નારાયણ રે, દૃષ્ટિ સાંધીને ...૮ શીતળ સુંગધી રે, કળશ ભર્યા જળના; ઉલેચ બાંધ્યા છે રે, ઉપર મખમલના ...૯ કંચન બાજોઠે રે, બિરાજો બહુનામી; પકવાન પીરસી રે, થાળ લાવું સ્વામી ...૧૦ મોતૈયા લાડુ રે, સેવૈયા સારા; તમ કાજ કર્યા છે રે, લાખણશાઈ પ્યારા ...૧૧ મગદળ ને સેવદળ રે, લાડુ દળના છે; ખાજા ને ખુરમા રે, ચૂરમા ગોળના છે ...૧૨ જલેબી ઘેબર રે, બરફી બહુ સારી; પેંડા પતાસાં રે, સાટા સુખકારી ...૧૩ મરકી ને મેસુબ રે, જમો જગવંદનજી; સુતરફેણી છે રે, ભક્તિનંદનજી ...૧૪ ગગન ને ગાંઠિયા રે, ગુંદવડા વાલા; ગુલાબપાક જમજો રે, ધર્મતણા લાલા ...૧૫ એલાયચી દાણા રે, ચણા છે સાકરિયા, ગુંદરપાક સુંદર રે, જમજો ઠાકરિયા ...૧૬ ટોપરાપાક ટાઢો રે, સકરપારા સારા; સેવો ઘી સાકર રે, તમે છો જમનારા ...૧૭ કેસરિયો બીરંજ રે, ગળ્યો ને મોળો છે; સાકરનો શીરો રે, હરીસો ધોળો છે ...૧૮ લાપસી કંસારમાં રે, ઘી બહુ રસબસ છે; ખીર ખાંડ ઘી રોટલી રે, જમો બહુ સરસ છે...૧૯ બદામ ચારોળી રે, દ્રાક્ષ તે નાંખીને; દૂધપાક કર્યો છે રે, જુઓ હરિ ચાખીને ...૨૦ પૂરી ને કચોરી રે, પૂરણપોળી છે; રોટલીઓ ઝીણી રે, ઘીમાં ઝબકોળી છે ...૨૧ પાપડ ને પૂડલાં રે, મીઠા માલપૂડા; માખણ ને મીસરી રે, માવો દહીંવડાં ...૨૨ ઘઉંની બાટી રે, બાજરાની પોળી; ઝાઝી વાર ઘીમાં રે, હરિ મેં ઝબકોળી ...૨૩ તલસાંકળી સુંદર રે, બીજી ગોળપાપડી; ગાંઠિયા ને કળી રે, ત્રીજી ફૂલવડી ...૨૪ ભજિયાં ને વડાં રે, સુંદર દહીંથરિયાં; વઘાર્યા ચણા રે, માંહી મીઠું મરિયાં ...૨૫ ગુંજા ને મઠિયા રે, ફાફડા ફરસા છે; અળવી આદાનાં રે, ભજિયાં સરસાં છે ...૨૬ કંચન કટોરે રે, પાણી પીજોજી; જે જે કાંઈ જોઈએ રે, તે માગી લેજોજી ...૨૭ રોટલી રસ સાકર રે, જમજો અલબેલા; રાયણ ને રોટલી રે, ખાંડ કેળાં છેલા ...૨૮ મોરબા કર્યા છે રે, કેરી દ્રાક્ષ તણા; સુંદરવર જમજો રે, રાખશો મા મણા ...૨૯ કટોરા પૂર્યા રે, સુંદર શાકોના; કેટલાક ગણાવું રે, છે ઝાઝાં વાનાં ...૩૦ સુરણ તળ્યું છે રે, સુંદર ઘી ઝાઝે; અળવી ને રતાળુ રે, તળ્યાં છે તમ કાજે ...૩૧ મેં પ્રીત કરીને રે, પરવળ તળિયાં છે; વંતાક ને વાલોળ રે, ભેળાં ભળિયાં છે ...૩૨ કંકોડા કોળાં રે, કેળાં કારેલાં; ગલકાં ને તુરિયાં રે, રૂડાં વઘારેલાં ...૩૩ ચોળી વાલોળો રે, પ્રીત કરી તળિયો; દૂધિયા ને ડોડા રે, ગુવારની ફળીઓ ...૩૪ લીલવાં વઘાર્યા રે, થયા છે બહુ સારાં; ભીંડાની ફળીઓ રે, તળિયો હરિ મારા ...૩૫ ટાંકો તાંદળિયો રે, મેથીની ભાજી; મૂળા મોગરીઓ રે, સુવાની તાજી ...૩૬ ચણેચી ને ડોડી રે, ભાજી સારી છે; કઢી ને વડી રે, સુંદર વઘારી છે ...૩૭ નૈયાનાં રાઈતાં રે, અતિ અનુપમ છે; મીઠું ને રાઈ રે, માંહી બે સમ છે ...૩૮ કેટલાક ગણાવું રે, પાર તો નહિ આવે; સારું સારું જમજો રે, જે તમને ભાવે ...૩૯ ખારું ને મોળું રે, હરિવર કહેજોજી; મીઠું મરી ચટણી રે, માગી લેજોજી ...૪૦ અથાણાં જમજો રે, સુંદર સ્વાદું છે; લીંબુ ને મરચાં રે, આમળાં આદું છે ...૪૧ રાયતી કેરી રે, કેરી બોળ કરી; ખારેક ને રાઈમાં રે, નાખ્યાં લવિંગ મરી ...૪૨ કેરાં ને કરમદાં રે, તળી છે કાચરિયો; બીલાં બહુ સારાં રે, વાંસ ને ગરમરિયો ...૪૩ દાળ ને ભાત જમજો રે, તમને ભાવે છે; ચતુરાઈ જમતાં રે, પ્રીતિ ઊપજાવે છે ...૪૪ પખાલીના ભાતમાં રે, સુંદર સુંગધ ઘણો; એલચીનો પીરસ્યો રે, આંબામોર તણો ...૪૫ મેં કઠણ કરી છે, દાળ હરિ તુરની; પાતળી પીરસી રે, કે દાળ મસુરની ...૪૬ મગ ને અડદની રે, કરી છે ધોઈને; ચોળા ને ચણાની રે, ઘીમાં કરમોઈને ...૪૭ દહીં ને ભાત જમજો રે, સાકર નાખી છે; દૂધ ને ભાત સારું રે, સાકર રાખી છે ...૪૮ દૂધની તર સાકર રે, ભાત જમજો પહેલાં; સાકર નાખીને રે, દૂધ પીજો છેલા ...૪૯ જે જે કાંઈ જોઈએ રે, તે કે’જોજી અમને; કાંઈ કસર રાખો તો રે, મારા સમ તમને ...૫૦ જીવન જમીને રે, ચળું કરો નાથ; ચંદન ગારેશું રે, ધોવરાવું હું હાથ ...૫૧ તજ એલચી જાયફળ રે, જાવંતરી સારી; કાથો ને ચૂનો રે, સરસ છે સોપારી ...૫૨ નાગરવેલીનાં રે, પાન લાવી પાકાં; ધોઈને લૂછયાં છે રે, અનુપમ છે આખાં ...૫૩ માંહી ચૂરણ મેલી રે, બીડી વાળી છે, લલિત લવિંગની રે, ખીલી રસાળી છે ...૫૪ મુખમાં હું મેલું રે, બીડી પ્રીત કરી; આરતી ઉતારું રે, પ્રભુજી ભાવ ભરી ...૫૫ ફૂલસેજ બિછાવી રે, પોઢો પ્રાણપતિ; પાવલિયા ચાંપું રે, હૈડે હરખ અતિ ...૫૬ થાળ ગાયો પ્રીતે રે, ધર્મકુલ મુગટમણિ; આપો પ્રેમાનંદને રે, પ્રસાદી થાળ તણી ...૫૭
અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ
સમૂહગાન
અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ
સમૂહગાન
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંસુવન સુખે રે મોરી અખિયાં
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત
અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ
અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી
અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે
અજબ બની બંગલેકી બેઠક
અજબ સુરત તેરી બનીરે કનૈયા
અટકી રહો ચેહી ઠોર દીલા રે,
અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4
અડકે વિધવાને અંગે નર જે સતસંગી
અણિયાળી રે, મરમાળી રે, કાનુડાની આંખલડી
અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી.
અતહિં ચતુર મૈયા મોહન પ્યારો
અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ
અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે
અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;
અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,
અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા,
અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે
અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ,
અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ
અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો
અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે
અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે
અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪
અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;
અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની
અપનો બિરુદ બિચારો નાથ
અબ કેસેં કરીહુંરે પ્યારે બિના મોયે પરત ન ચેના
અબ કોન તોસે જોરેરે જીયા જોરેરે
અબ તો નાથ નિભાઈ લીજે, જેહી ભુજ તારે પતિત બહુ તાકો
અબ ધર્મકુંવર કહાં બીલમાયે
અબ ધર્મકુંવર કહાં બીલમાયે
અબ ધર્મકુંવર બિસરત નાઇ
અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના
અબ નહિ છોડું ચરન સરોજ, એ ચરનસરોજ
અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા
અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા
અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન
અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ
અબ મેં કેસી કરુવે, સૈયા મોરી વે સૈયા મોરી
અબ મોહે નાહીં ન ચેનારી
અબ રે મોયે વૃજચંદ, બાવરીયા કીની બાવરી
અબ સાંવરે બિના માઇ, મોપે રહ્યોઉં ન જાઇ
અબજી ન ધીરો કોઇરે, કપટીકું, અબજી ન ધીરો કોઇ
અબતો તનિક હેરો હમરી ઓર
અબતો નિઠુર ભયે મોરે નાવ
અબતો મેં તુમસેં કનૈયા, ન ડરૂંગિ લરૂંગિ વે
અબળાની અરજી નાથજી સાંભળજો રે
અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો
અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો
અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે
અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, ૪/૪
અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ;
અરજ કરે છે અબળા, તે ઉર ધારો રે વહાલાજી
અરજ મોરી માનોજી હો, હાંરે ઘનશ્યામ ;
અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી
અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે
અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;
અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન
અરી મા તેરો માધો જાદુ ડારી ગયો, એરી મા તેરો;
અરુન ઉદયે દોઉ કરત સિંગાર, નિરખી રતિપતિ કોટિ બલિહાર
અલબેલા આનંદકંદ, વાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ
અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;
અલબેલા આવો ઓરારે, અરજ કરું છું
અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ
અલબેલા આવો રે આજ મારે આંગણે જો,
અલબેલા આવો રે રમિયે એકાંતે
અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે, મને વાલા છો મહારાજ
અલબેલી ચલત તું નવલ ચાલ
અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે
અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે
અળગા ન મેલું રે અળગા ન મેલું રે
અવગુન મેરો કીજે હરિ માફ, અબ કીજે માફ ૪/૪
અવધ ગઇ શ્યામ અજહું ન આયે;
અવધપતિ આગે તિહાંરે હું ગાઉં , અવધ.
અવધપતિ આયે જાચક વૃંદ, અવધપતિ
અવધપતિ દેખે અતહિ ઉદાર અવધપતિ.
અવધિ તો વીતી વહાલારે શ્રી ઘનશ્યામ, ૧૨/૧૨
અવસર આવ્યો આજ સપરમો, આનંદ અંગે ન માયરે;
અવિગત અકલ વિલાસ, સકલ જગ પ્રકાસ, કેસેં નિવાસ કર
અવિચળ આશરો અબ પાયો હો, ગોલોકપતિ વાસુદેવ કે ૩/૪
અવિનાશી આવોરે, જમવા કૃષ્ણ હરિ
અવિનાશી થયા આહિરરે, ગિરિધર ગોવાળો રમે કાલિંદીને તીરરે
અવિલોકી થકીત ભઇ અખિયાં મોરી, અખિયાં સખીયાં છબી સુંદર દેખોરી.
અવિલોકી શોભા મારાં નેણરે, ત્રપત ન થાયે રે૪/૪
અવિલોકીયે યેહી રૂપ અખિયાં
અશરણ શરણ ભુજદંડ મહારાજના
અશરણશરણ ભુજ દંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી
અસાડે અલબેલા આવીને, વાળો રંગની રેલ રે;
આ જાદવ કુળના અધિપતિ, બોલે માધવ હો બાઇ જાદવ
આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ
આ પદ માંહીરે, ગાયા છે સાતે વાર
આંખડલીમાં આકળા મા થાજ્યો રે,