તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર મૂરતિ રે;
તમને સેવે મુક્તો દાસ ભાવે રે, મોટા મોટાયે શિર નમાવે રે...૧
કોઈ કળી ન શકે તવ ગતિ રે, નવ પહોંચે તમારામાં મતિ રે;
કાળ-પુરુષ અક્ષર માયા રે, તમે કોઈથી નથી કળાયા રે...૨
જ્યારે તવ દૃષ્ટિથી જોવાય રે, ત્યારે તમ વિના નથી કાંય રે;
જ્ઞાનજીવનના તમે સ્વામી રે, સર્વોપરી અક્ષરધામધામી રે...૩