સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજ રે; કર રે મન ચરણ વાસ, જક્ત આશ તજ રે...સ્વામિ૦ ૧ નારદ સનકાદિક સિદ્ધ, ભજત જાહિ અજ રે; શારદ શેષાદિ નિગમ, ગાવત ઊઠી ફજરે ...સ્વામિ૦ ૨ પુરુષોત્તમ પ્રગટ આજ, નટવર તનુ સજ રે; કાળઝાળ નાશ હોત, ધરત ચરણ ધ્વજ રે ...સ્વામિ૦ ૩ અજામેલ ગણિકાદિક, તાર્યો જીન ગજ રે; અનંત આજ મુક્ત હોત, દેખત ભરી નજરે...સ્વામિ૦ ૪ પ્રેમાનંદ સરવસ ફળ, સહજાનંદ ભજ રે; સર્વોપરી જાત જીતી, ત્રંબક ઠોર બજ રે...સ્વામિ૦ ૫
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ રે
અજાણ (ગાયક )
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજ રે
ગંગાસાગર સ્વામી