Logo image

શ્રીજી અને સહુ સંતો રે, મળી કરજો મારી સહાય

શ્રીજી અને સહુ સંતો રે, મળી કરજો મારી સહાય;
          હું છું તમારે શરણે રે, પુરુષોત્તમ લાગું પાય-ટેક
હું અનંત ભવમાં ભટક્યો, આવી ઇયાં રે અટક્યો;
         ખરી રીતે રાખી ખટકો, છોગાળા કરજો છૂટકો રે-પુરુ૦ ૧
નથી ગયો હું ગંગા કાશી, તેણે અંતર નથી ઉદાસી;
         નક્કી અક્ષરધામ નિવાસી, મેં ઓળખિયા અવિનાશી રે-પુરુ૦ ૨
મને મળ્યા સહજાનંદસ્વામી, ભાંગી જન્મો જન્મની ખામી;
         નારાયણ છો બહુનામી, ઉગારો અંતર્યામી રે-પુરુ૦ ૩
પ્રભુ પૂરણ પ્રજાળી પાપો, સ્થિર અક્ષરધામે સ્થાપો;
         કહે માવદાન દુ:ખ કાપો, અમને અક્ષયસુખ આપો રે-પુરુ૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
માવદાનજી રત્નું
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શરણાગતિ, આશરો, ખુમારી, કેફ, પ્રાપ્તિ, મિલન,મેળાપ,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026