Logo image

લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે

લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે; ફૂલદોલનો ઉત્સવ રસાલ...હિંડોળે૦ ટેક. થઈને પરોણા પધાર્યા હરિ આંગણે, વારી વારી જાઉં હું તો વહાલાને વારણે; હે...ઊડે રુદિયામાં રંગ ગુલાલ...હિંડોળે૦ ૧ ફૂલ ગુલાબ ને મોગરાથી મહેંકતો, બાર બાર દ્વારનો હિંડોળો શોભતો; હે...કરી નિષ્કુળાનંદે કમાલ...હિંડોળે૦ ૨ પ્રગટ પ્રભુને આજ હૈયે ઝુલાવો, જન્મોની પ્રીતે મળે દર્શનનો લહાવો; હે...કરે હરિભક્તોને નિહાલ...હિંડોળે૦ ૩

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
હિંડોળા, ડોલ, ડોલો ,ઝૂલો,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ફૂલ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
હિંડોળા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026