Logo image

કાયા તારી જાશે ધૂળમાં રોળાશે

કાયા તારી જાશે ધૂળમાં રોળાશે,
          ભજન ધ્યાન કરી લે નહિ તો સમય વહી જાશે...ટેક.
દેહ તો મહાદુ:ખ દેશે ને, પડશે ભૂંડી રીતે,
પ્રભુ સાથે પ્રીતિ કરી લે(૨) આતમરાજ તો જીતે;
         પળમાં શરીર જાશે, હતું નો’તું થઈ જાશે...કાયા૦ ૧
શરીર સમય સાનુકુળે તું, હરિના ગુણલા ગા,
વિપરીત કાળે કાંઈ નહિ થાય(૨)આજથી સમજી જા;
         કાલ જાણે કેવી થાશે, એની રાખો કેમ આશે...કાયા૦ ૨ 
જ્ઞાનજીવન હરિ મૂર્તિમાં તું, પ્રેમથી બૂડી જા,
વાલમ તને રાખશે પ્રેમે(૨) હાલને સુખિયો થા;
         અવસર આવો જાશે, પછી તું પસ્તાશે...કાયા૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026