ખેલે હોલી શ્રી ઘનશ્યામ, સાથે સંતો છે તમામ.
આજ રંગોત્સવ રૂડો ઉજવાય છે રે...ખેલે૦ ટેક.
પહેરી ધોળાં વસ્ત્ર શ્યામ, મારે પીચકારી ઘનશ્યામ,
ત્યારે સંતોને આનંદ અતિ થાય છે રે...ખેલે૦ ૧
સંતો શ્રીજીને બાજી પડે, રંગ હરિવરને ચોપડે,
ત્યારે શ્રીજી મારા અતિ અકળાય છે રે...ખેલે૦ ૨
જોવા આવે દેવો જ્ઞાન, પુષ્પ વૃષ્ટિ કરે તે સ્થાન,
ત્યારે સંતો ભક્તો અતિ હરખાય છે રે...ખેલે૦ ૩