Logo image

જમે છે જીવન જુગતે મારો, મંદ મંદ હસતો જાયજી

જમે છે જીવન જુગતે મારો, મંદ મંદ હસતો જાયજી;
          કરે છે દર્શન સ્નેહે ભક્તો, જોતાં તૃપ્તિ ન થાયજી...૧
ઝીણા ઝીણા કોળિયે વાલો, ધીરે ધીરે જમતાજી;
         ચાવી ચાવી જમે સ્નેહાળો, મુજ મનમાં બહુ ગમતાજી...૨
દર્શન કરવા શ્રીહરિ પાસે, ભક્તો બેઠા આસપાસજી;
         જમતાં રમૂજ કરતા હરિજી, હસાવે છે નિજ દાસજી...૩
સ્વાદિષ્ટ વાનગી જોઈને સારી, પ્રેમી ભક્તોને આપેજી;
         પામી પ્રસાદી સંતજનો તો, સુખ પામે અમાપેજી...૪
જ્ઞાનસખી હરિવર જમીને, ચળું કરે અવિનાશજી;
         કરીને કોગળા કર-મુખ લૂઈને, જમે છે મુખવાસજી...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026