Logo image

જ્ઞાનજીવન તમને પોકારે

જ્ઞાનજીવન તમને પોકારે (૨)
આવો હરિ આવો હવે મારી વહારે,
         ભૂલ્યો મારે, ભારે ભારે, થાય વારે વારે,
          તારા વિના શ્યામ મને કોણ રે સુધારે...જ્ઞાનજીવન૦ ટેક.
કર્તા કે’વરાવું, મનમાં હરખાવું,
પછી ગભરાઉં, અતિ શરમાઉં,
         તારા વિના કર્તા નથી સમજુ મન મારે,
         અખંડ એવું રે’તું નથી ભૂલું વારે વારે,
               ભૂલું નહિ હવે, પળવારે (૨)...આવો૦ ૧
યશ તને દેવો, મારે નથી લેવો,
કરું ઠરાવ એવો, રે’તો નથી તેવો,
         તારા વિના કોણ કરે હરિ મારું સારું,
         જવું નથી વાલા મારે તુજ વિના બારું,
               માયા કાઢે તારાથી, બહારે (૨)...આવો૦ ૨
શુદ્ધ બ્રહ્મ થાઉં, ભ્રમ ભૂલી જાઉં,
દાસ તારો થાઉં, તુંમાં ડૂબી જાઉં,
         એવો કરો પાપ હરો દયા કરો સ્વામી,
         કરગરીને કહું હવે ટાળો મારી ખામી,
               કરવી પડશે દયા તો, વધારે (૨)...આવો૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026