Logo image

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે

જીવનમાં તમારો આશરો, એ એક જ સુખનો સાર છે;
        એહ વિના સુખિયા થાવાનો, બીજો ક્યાં કોઈ આધાર છે...ટેક.
બળ લેશ તમારું જો હોય તો, મોટા ભયથી પ્રભુ તમે રક્ષા કરો;
વિશ્વાસ તમારો જો રાખી શકું, સર્વાનંદથી તમે પૂર્ણ ભરો;
        વિશ્વાસીનું દિલ નથી તોડતા, એવો વિશ્વાસી પર પ્યાર છે...૧
તમે કોઈથી પ્રભુજી ડરતા નથી, તમે વિશ્વાસઘાત કદી કરતા નથી;
હોય દૃઢ ભરોસો એવો જેને, એવા ભક્તોય કોઈથી ડરતા નથી;
        અસંભવને સંભવ કરો, સામર્થી તમારી અપાર છે...૨
થાવાનું જે હોય તેને રોકી શકો, ના થાવાનું પણ તમે કરી શકો;
અવળું-સવળું સવળું-અવળું, એમ અન્યથા પણ તમે કરી શકો;
         કહે જ્ઞાનજીવન હે સર્વોપરી, મારે તારો જ એક આધાર છે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026