Logo image

જ્ઞાનજીવન તમને, પોકારે (૨) આવો હરિ આવો હવે મારી વહારે

જ્ઞાનજીવન તમને, પોકારે (૨) આવો હરિ આવો હવે મારી વહારે;
         ભૂલ્યો મારે, ભારે ભારે, થાય વારે વારે;
          તારા વિના શ્યામ મને કોણ રે સુધારે...જ્ઞાનજીવન૦ ટેક.
કર્તા કે’વરાવું, મનમાં હરખાવું, પછી ગભરાઉં, અતિ શરમાઉં;
         તારા વિના કર્તા નથી સમજુ મન મારે,
         અખંડ એવું રે’તું નથી ભૂલું વારે વારે;
                     ભૂલું નહિ હવે, પળવારે (૨)...આવો૦ ૧
યશ તને દેવો, મારે નથી લેવો, કરું ઠરાવ એવો, રે’તો નથી તેવો;
         તારા વિના કોણ કરે હરિ મારું સારું,
         જવું નથી વાલા મારે તુજ વિના બારું;
                     માયા કાઢે તારાથી, બહારે (૨)...આવો૦ ૨ 
શુદ્ધ બ્રહ્મ થાઉં, ભ્રમ ભૂલી જાઉં, દાસ તારો થાઉં, તુંમાં ડૂબી જાઉં;
          એવો કરો પાપ હરો દયા કરો સ્વામી
          કરગરીને કહું હવે ટાળો મારી ખામી;
                     કરવી પડશે દયા તો, વધારે (૨)...આવો૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
આશરો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026