Logo image

મારા પ્યારા જીવન, તમે રહેજો પ્રસન્ન

મારા પ્યારા જીવન, તમે રહેજો પ્રસન્ન,
                                   બીજું કાંઈ નથી મારે જોઈતું...ટેક.
આવ્યો નાથજી તમારે દ્વારે, મને બોલાવજો પ્રભુ પ્યારે,
           જાણી તમારો નાથ, જાલી રાખો મારો હાથ...બીજું૦ ૧
છોડયો તમારે માટે સંસાર, વ્હાલા આપજો તમારો પ્યાર,
           મારું સર્વસ્વ નાથ, સદા રહેજો મારી સાથ...બીજું૦ ૨
હું તો માગું છું તમારો પ્રેમ, મને નિભાવજો વ્હાલા જેમતેમ,
           પાળું તમારા વચન, રાખું મૂરતિમાં મન...બીજું૦ ૩
જ્ઞાનજીવનને આધાર તમારો, દયા કરીને પ્રેમે પધારો,
           રહે તમારું દર્શન, રહે તમારું મનન...બીજું૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026