Logo image

મને સેવામાં રહ્યાનો બહુ શોખ રે, આધાર છો મારા

મને સેવામાં રહ્યાનો બહુ શોખ રે, આધાર છો મારા;
         એને માનું છું હું મારો મોક્ષ રે, આધાર છો મારા...ટેક.
નથી જોતું મારે તુજ વિના કાંય રે, આધાર છો મારા;
          મારે રહેવું છે તુજમાં સમાય રે, આધાર છો મારા...૧
મારે તમને દેવું છે મારું હુંય રે, આધાર છો મારા;
          તમ અર્થે ન થાય વાલા શુંય રે, આધાર છો મારા...૨
હું તો હતી તમારી ને છુંય રે, આધાર છો મારા;
          જ્ઞાનસખી શું ઝાઝું કહુંય રે, આધાર છો મારા...૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સમર્પણ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026