Logo image

મારે જોઈએ હરિ પિયુ, બીજું નવ ખપે

મારે જોઈએ હરિ પિયુ, બીજું નવ ખપે;
         મારું મન હરિ હરિ, પિયુ પિયુ જપે...૧
હરિ વિના તન મારું, અતિશય તપે;
         મારા રોમે રોમ અતિ, મૂરતિને જપે...૨
હરિમાં હું હરિની હું, હરિ મારી સાથે;
         આગળ હરિ પાછળ હરિ, હરિ મારી માથે...૩
હરિ સુખ બહુ દે છે, જ્ઞાનથી ન બોલાય;
          હરિ મૂરતિમાં મારો, જીવ ગયો છે ભરાય...૪ 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રેમ ભક્તિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026