Logo image

વાસના વિદારક મારા, ધામના ધામી

વાસના વિદારક મારા, ધામના ધામી;
          મોહ વિનાશક મારા, નામના નામી...૧
અજ્ઞાન નાશક મારા, ધામના ધામી;
         જ્ઞાન પ્રકાશક મારા, નામના નામી...૨
સદ્ધર્મના કારક મારા, ધામના ધામી;
         ભક્તિના પ્રચારક મારા, નામના નામી...૩
નિજદાન દાયક મારા, ધામના ધામી;
         મહાસુખ દાયક મારા, નામના નામી...૪
નિજમૂર્તિ દાયક મારા, ધામના ધામી;
         ભીતિવિનાશક મારા, નામના નામી...૫
નિર્ભયના કારક મારા, ધામના ધામી;
         ભવભીતિ નાશક મારા, નામના નામી...૬
કારણદેહ નાશક મારા, ધામના ધામી;
         કોટિ અંડ શાસક મારા, નામના નામી...૭
સર્વેનું કારણ મારા, ધામના ધામી;
         ભવદુ:ખ તારણ મારા, નામના નામી...૮
સર્વજન સુખદ મારા, ધામના ધામી;
         ભક્તજન દર્શદ મારા, નામના નામી...૯
જ્ઞાનજીવન કહે મારા, ધામના ધામી;
         સર્વ જીવમાં રહે મારા, નામના નામી...૧૦

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૭/૧૨/૨૦૧૭, કુંડળધામ

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026