Logo image

નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા

નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા...ટેક.
અતિ અકળ ગતિ છે તમારી, ત્યાં મતિ નહિ પહોંચે અમારી રે;
          અમે સેવીએ ચરણ તમારાં...જય જીવન૦ ૧
પ્રભુ પૌઢ તમારો પ્રતાપ, છો આપ અપાર અમાપ રે;
          સઘળી સૃષ્ટિ સૃજનારા...જય જીવન૦ ૨
માયા આદિક શક્તિ તમારી, જે છે જીવને બંધનકારી રે;
          તેના પ્રેરક તે થકી ન્યારા...જય જીવન૦ ૩
છો કાળના કાળ કૃપાળ, શરણાગત જન પ્રતિપાળ રે;
          કોટી કારજના કરનારા...જય જીવન૦ ૪
થાકે વેદ વર્ણવી અનુપ, એવું દિવ્ય તમારું સ્વરૂપ રે;
          તેને જાણે શું જીવ બિચારા...જય જીવન૦ ૫
તમે ભૂ પર ધરી અવતાર, કર્યો વેદ ધરમ વિસ્તાર રે;
          માર્યા અસુર દુ:ખ દેનારા...જય જીવન૦ ૬
કાઠી કોળી જે ક્રૂર અપાર, કર્યો ઉદ્ધાર એનો આ વાર રે;
          એવા છો તમે અધમ ઉદ્ધારા...જય જીવન૦ ૭
આણી અંતર કરુણા આજ, મળ્યા અમને શ્રીમહારાજ રે;
          દીનબંધુ ધર્મદુલારા...જય જીવન૦ ૮
જય જય જય વિશ્વવિહારી, અવતારતણા અવતારી રે;
          છો ઇષ્ટ અભિષ્ટ અમારા...જય જીવન૦ ૯

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
શ્રી વિહારીલાલજી મહારાજ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
લીલા, ચરિત્ર
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
બહુવિધ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026