નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે; શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ...ટેક. દયાનાં ભરેલ એનાં દીલડાં રે લોલ, આંખડી ભરેલ અમીરેલ રે-શ્રી૦ ઘોડલે ચડીને ઘેલે પરવરે રે લોલ, ખાંતે ખેલે તે નીરમાંય રે-શ્રી૦ ગઢપુર ગામ કેરે ગોંદરે રે લોલ, ઝંખતી જુએ જનભીડ રે-શ્રી૦ દાદાને દરબાર દીપતા રે લોલ, ઢોલિયો ઢળાવી બેસે બહાર રે-શ્રી૦ ફરતી ફળિમાં એક લીંબડી રે લોલ, છાયામાં જામે ભક્તભીડ રે-શ્રી૦ તુલસીની માળા માગી ફેરવે રે લોલ, ખેંચે તોડીને કોઈ દિન રે-શ્રી૦ ગાયે વાજિંત્ર સાથ મંડળી રે લોલ, ચપટી વજાડી વાલો ગાય રે-શ્રી૦ આંટો લઈને અલબેલડો રે લોલ, ફેંટો બાંધીને બને છેલ રે-શ્રી૦ સુણતાં કથા તે હરે બોલતા રે લોલ, ડોલે મગન સૂણી મર્મ રે-શ્રી૦ આપી આશિષ રાજી થઈ જતા રે લોલ, સંતને ભેટે તે ભરી બાથ રે-શ્રી૦ દયા ધરીને થતા આકળા રે લોલ, દેવાને અન્ન ધન વસ્ત્ર રે-શ્રી૦ ઝડીએ તે બ્રહ્મરસ વર્ષતો રે લોલ, ઝીલીને ઝિલાવે વસંત રે-શ્રી૦
નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે
અજાણ (ગાયક )
નીરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, મૂર્તિ માધુરી એની રમ્ય રે
હેમંત ચૌહાણ