નાથ તમારો દાસ બનાવો, માયા તજાવો મુજને બચાવો...નાથ૦ ૧
રાગ દ્વેષ મદ મોહ ને ઈર્ષા, આદિ દોષો નાશ કરાવો...નાથ૦ ૨
ઉપસવાની આશા તજાવો, તવ સ્વરૂપે સદા ડુબાવો...નાથ૦ ૩
સતત મૂર્તિમાં વૃત્તિ રખાવો, અખંડ તમારું ધ્યાન ધરાવો...નાથ૦ ૪
નીચામાં નીચી સેવા કરાવો, દાસત્વ ધર્મ દૃઢ બનાવો...નાથ૦ ૫
ગુરુજનોમાં દીન બનાવો, ડહાપણ મારું સર્વે મુકાવો...નાથ૦ ૬
જ્ઞાનજીવનનો દુષ્ટ દુ:ખાવો, ટાળોને મારો ખોટો ફુગાવો...નાથ૦ ૭