Logo image

વાસના મારી દેજો નિવારી, વાલા તમને કહું પોકારી

વાસના મારી દેજો નિવારી, વાલા તમને કહું પોકારી...વાસના૦ ૧
કહું છું મારે મને વિચારી, તમ વિના સર્વે દેજો વિસારી...વાસના૦ ૨
અંતર આશા ભારે નઠારી, ભરી છે હૈયે દુ:ખ દેનારી...વાસના૦ ૩
એક જ આશા રહે તમારી, એવું મુજને આપો મુરારી...વાસના૦ ૪
ઘણી છે મુજમાં કસર સુખારી, સર્વે ટાળો તમે દુ:ખારી...વાસના૦ ૫
મારા મનમાં સદા તમારી, પ્રેમે મૂરતિ રાખું સંભારી...વાસના૦ ૬
આપો એવું દયા દિલ ધારી, જ્ઞાનજીવનના પાવનકારી...વાસના૦ ૭

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026