પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં ના’વે વાત મારી બેની...પ્રગટ૦ ટેક. આજ દીનબંધુ અઢળક ઢળ્યા રે લોલ, પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની...પ્રગટ૦ ૧ એ તો પ્રકૃતિપુરુષ થકી પર છે રે લોલ, એ તો અક્ષરતણા આધાર મારી બેની...પ્રગટ૦ ૨ એ તો રાધા રમાના વર છે રે લોલ, એનો નિગમ ન પામે પાર મારી બેની...પ્રગટ૦ ૩ એ તો રાજાધિરાજપણે રાજતા રે લોલ, એ તો ત્રિભુવનપતિ ભગવાન મારી બેની...પ્રગટ૦ ૪ એ તો સુરનર મુનિ શીશ છાજતા રે લોલ, મનમોહન રૂપનિધાન મારી બેની...પ્રગટ૦ ૫ મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ, એવા પરમ પુરુષ મહારાજ મારી બેની...પ્રગટ૦ ૬ જેને ઘડિયે ન મેલે રમા રાધિકા રે લોલ, એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની...પ્રગટ૦ ૭ નરવિગ્રહ ધર્યો કરુણા કરી રે લોલ; લીધો દ્વિજકુળે અવતાર મારી બેની...પ્રગટ૦ ૮ પ્રેમાનંદનો સ્વામી આજ શ્રીહરિ રે લોલ, મુક્તિ આપી કરે ભવપાર મારી બેની...પ્રગટ૦ ૯
પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ
અજાણ (ગાયક )