Logo image

ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ

ધર્મકુંવરને જાઉં વારણે રે લોલ,
          ભવ બૂડતાં ઝાલી મારી બાંય અલબેલે...ધર્મ૦ ટેક.
બાંય ઝાલીને કાઢી લીધી બારણે રે લોલ,
         નહિ તો વહી જાત ક્યાંયની ક્યાંય અલબેલે...ધર્મ૦ ૧
વાલે ઘોર કળિમાં કરુણા કરી રે લોલ,
         લીધો ધર્મ ઘરે અવતાર અલબેલે...ધર્મ૦ ૨
પોતે અક્ષરપતિ આવ્યા શ્રીહરિ રે લોલ,
         કરવા અધમ તણો ઓધાર અલબેલે...ધર્મ૦ ૩
વાલે પ્રગટ પ્રતાપ જણાવિયો રે લોલ,
         મેટયા લખ્યા વિધાતાના લેખ અલબેલે...ધર્મ૦ ૪
જીવ જમના તે હાથથી છોડાવિયા રે લોલ,
         મારી કર્મની રેખ પર મેખ અલબેલે...ધર્મ૦ પ
ચાર વર્ણ ને આશ્રમ ચારના રે લોલ,
         થાપ્યા અચળ ધરા પર ધર્મ અલબેલે...ધર્મ૦ ૬
મદ્ય માંસ ચોરી ફેલ જારના રે લોલ,
         નરનારીનાં મેલાવ્યાં કર્મ અલબેલે...ધર્મ૦ ૭
કીધાં શુદ્ધ અંતર નરનારીનાં રે લોલ,
         ધર્મ ભક્તિ પધરાવ્યાં માંય અલબેલે...ધર્મ૦ ૮
એવાં દિવ્ય ચરિત્ર ગિરધારીનાં રે લોલ,
         પ્રેમાનંદ જોઈને વારી જાય અલબેલે...ધર્મ૦ ૯

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ભાગ્યોદય, ધન્યતા,, પ્રતાપ,ઐશ્વર્ય, કાર્ય
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026