Logo image

પ્રભુ પ્રગટ થયા છે આ સમે રે લોલ

પ્રભુ પ્રગટ થયા છે આ સમે રે લોલ,
          શ્રીકૃષ્ણ કમળદળ નેણ અવિનાશી...પ્રગટ૦ ટેક.
જેને સુરપતિ નરપતિ સહુ નમે રે લોલ,
         એવા ધરમકુંવર સુખદેણ અવિનાશી...પ્રગટ૦ ૧
જે ગોકુલચંદ નંદ લાડીલો રે લોલ,
         તે જ ભક્તિ ધરમસુત શ્યામ અવિનાશી...પ્રગટ૦ ૨
તેણે મુક્તિનાં દ્વાર ઉઘાડિયાં રે લોલ,
         નરનારીને દેવા નિજ ધામ અવિનાશી...પ્રગટ૦ ૩
શુદ્ધ ધર્મ ધરા પર સ્થાપવા રે લોલ,
         ઉખાડવા અધર્મનાં મૂળ અવિનાશી...પ્રગટ૦ ૪
નિજ જનને અખંડ સુખ આપવા રે લોલ,
         પાવન કરવા ભક્તિધર્મકુળ અવિનાશી...પ્રગટ૦ ૫
આજ મોક્ષ આપવાને આવિયા રે લોલ,
         બ્રહ્મમહોલવાસી હરિરાય અવિનાશી...પ્રગટ૦ ૬
મોટા મુક્ત મુનિ સાથે લાવિયા રે લોલ,
         જેનાં દર્શન કર્યે પાપ જાય અવિનાશી...પ્રગટ૦ ૭
મોક્ષપતિ કુંવર ભક્તિ ધર્મના રે લોલ,
         હરિકૃષ્ણ નારાયણ નામ અવિનાશી...પ્રગટ૦ ૮
વાલો તરત કાપે છે બંધ કર્મનાં રે લોલ,
         પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ અવિનાશી...પ્રગટ૦ ૯

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026