Logo image

ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા;

ઝૂલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદતણા લાલા...ઝૂલો૦ ટેક. સરસ ઋતુ શ્રાવણની સારી, ઝુલાવીને આવી વ્રજનારી; ઝૂલો પ્યારા પ્રિતમ ગિરધારી...ઝૂલો૦ ૧ હિંડોળો રત્ન તણો રચિયો, હિરામોતી નંગ કરી ખચિયો; નંદજીને આંગણિયે મચિયો...ઝૂલો૦ ૨ મંદ મંદ મેહુલો ઘોરે, દામિનિયો દમકે ચહુકોરે; બોલે મોર મગન ઊંચે સ્વરે...ઝૂલો૦ ૩ ઝુલાવું હેત કરી રસિયા, તમે મારા અંતરમાં વસિયા; પ્રેમાનંદ પ્યારા રસિયા...ઝૂલો૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
હિંડોળા, ડોલ, ડોલો ,ઝૂલો,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
હિંડોળા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026