ઝૂલો ઘનશ્યામ પિયા પ્યારા, હિંડોળે પ્રાણજીવન મારા; ઝૂલો.
હિંડોળાની શોભા અતિ સારી, આવ્યા જોવા સુરમુનિ ત્રિપુરારી.
રતિપતિ કોટિક જાય વારી. ઝૂલો.૧
કનકના સ્તંભ સરસ સાર, અનુપમ કનક ડાંડી ચાર;
જડ્યાં નંગ પંચરંગી અપાર. ઝૂલો.૨
કનકની ચોકી રંગી રંગે, શોભે બહુ સરસ જડીત નંગે;
જુવે સહુ જન અતિ ઉમંગે. ઝૂલો.૩
મનોહર મૂરતિ તમારી, વ્હાલા માંહી શોભે અતિ પ્યારી;
પ્રેમાનંદ રાખે ઉર ધારી. ઝૂલો.૪