Logo image

ધન ધન આજ ઘડી આવી વહાલો મારો આવ્યા વ્રજ ચાલી

ધન ધન આજ ઘડી આવી, વહાલો મારો આવ્યા વ્રજ ચાલી.ટેક.
ધન ધન નંદતણી કરણી, જશોદા ધન જેની ધરૂણી ;
          ધન ધન ગોકુળની ધરણી.ધ૦૧
શ્રાવણ વદઆઠમ બુધવારી, રોહિણી નક્ષત્ર ઘડી સારી ;
          અર્ધ નિશિ પ્રગટ્યા મોરારી.ધ૦ર
અનુપમ ઉત્સવ દિન આવ્યો, ચોંપે કરી મંડપ રંગ છાયો ;
          જશોમતી કાનકુંવર જાયો.ધ૦૩
ચાલો સખી સહુ ભેળાં થઇને, બોલાવીશું કાનુડો કહીને ;
          બ્રહ્માનંદ કહે મીઠડાં લઇને.ધ૦૪
 
 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
જન્મ, જયંતી, વદ, કૃષ્ણપક્ષ, શ્રાવણ, આઠમ, અષ્ટમી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026