Logo image

ચાલો સખી નંદ તણે ફળિયે ભૂધરજીની સેવામાં ભળીએ

ચાલો સખી નંદ તણે ફળિયે, ભૂધરજીની સેવામાં ભળીએ.  ટેક.
         નંદ ઘર ઉત્સવ છે ભારી, ઈંદ્રાદિક આવ્યા ત્રિપુરારી ;સોને કરી ઘેનુ શણગારી,ચા૦૧
જોડી કર હાજર સહુ રહેશું, કાનુડો જીવો ઘણું કહેશું ;વારે વારે વારણિયાં લેશું,ચા૦ર
         પીતાં દૂધ સાકર ભેળવશું, મોહનજીની મનડું મેળવશું ;હૈયા પર રમવા હેળવશું,ચા૦૩
બ્રહ્માનંદ કહે સૈયર સેણી,* જમાડીશું માખણિયું ફેણી ;પેહેરાવીશું ઝૂલડલી ઝેણી. ચા૦૪
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
જન્મ, જયંતી, વદ, કૃષ્ણપક્ષ, શ્રાવણ, આઠમ, અષ્ટમી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026