Logo image

જીવન જમવા રે હો આવ્યા, પીરસ્યાં ભોજન મેં મન ભાવ્યાં

જીવન જમવા રે હો આવ્યા, પીરસ્યાં ભોજન મેં મન ભાવ્યાં;
          ખીરમાં ખોબલે રે હો સાકર, ઘળકે ઘી રેડું જમો મારા ઠાકર...૧
શાક કટોરા રે હો સ્વાદુ, અથાણાં કેરી કાચરી આદુ;
         પીરસી પ્રેમે રે હો પોળી, રોટલી ઝીણી ઘીમાં ઝબોળી...૨
પ્રેમશું પાપડ રે હો દીધો, હરિએ હાથોહાથ લઈ લીધો;
         દહીં ને દૂધમાં રે હો નાખી, સાકર મેં તો જુઓ પ્રભુ ચાખી...૩
જમતાં પાણી રે હો પીજ્યો, ખારું કે મોળું હોય તે કેજ્યો;
         દાસ હરિના રે હો સ્વામી, આચમન કરો અંતરજામી...૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
થાળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026