Logo image

મારે ઘેર આવજ્યો રે હો માવા

મારે ઘેર આવજ્યો રે હો માવા, ખીર ખાંડ રોટલી ખાંતે ખાવા;
          વાટડી જોઉં છું રે હો વાલા, ધીરા રહી આવો ધર્મના લાલા...૧
સંત તેડી લાવજ્યો રે હો સાથે, પીરસો પ્રભુજી તમારે હાથે;
         તાણ્ય બહુ કરીને રે હો તમને, જીવન જમાડી સુખ થાય અમને...૨
હરિ હેત લાવીને રે હો લેજ્યો, કસર કાંઈ હોય તો મુજને કેજ્યો;
         ખીર મેં થાળીમાં રે હો ઠારી, ચોળાફળીનાં શાક વઘારી...૩
પ્રભુજી બેસો રે હો પાટે, ઢાળી મેલી લાવી તમારા માટે;
         દાસ હરિના રે હો સ્વામી, જમાડું ઉરમાં આનંદ પામી...૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
થાળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026