શેષ ને શારદા રે હો ગોતે, મળ્યા પૂરણ પુરુષોત્તમ પોતે;
તન ધરણી પર રે હો ધારી, સર્વે અવતારના અવતારી...૧
સુખ સેવકને રે હો આપ્યું, જનમ મરણનું સંકટ કાપ્યું;
કલ્યાણ કીધું રે હો સોંઘું, મોટા મુનિવર કહેતા જે મોંઘું...૨
નામ નારાયણ રે હો લેતા, ભવમાં જીવ થયા બ્રહ્મવેતા;
ડર એથી પામે રે હો દેવી, સમરથ થયા ચરણપદ સેવી...૩
મળ્યું બળિયાને રે હો બાને, સુખ જે નોતું સાંભળ્યું કાને;
દાસ હરિને રે હો વાલે, આપ્યું અચળ સુખ ધરમને લાલે...૪