Logo image

મીઠું બોલીને મીઠાં ફળ ચાખોજી

મીઠું બોલીને મીઠાં ફળ ચાખોજી,
અંતરેથી અહંકારને કાઢી નાખોજી;
                     નિંદાત્મક નકામી વાતુ શું ભાખોજી,
                     ભૂંડું ભંગાર ભલા શું હૈયું રાખોજી...ટેક.
ભલા થઈને ભૂંડું બોલો, તે તો શોભતું નથી તમને;
             તેવું જે જે કાને સાંભળે, તેને સુખ ન રહે તને મને...૧
સંતથી સર્વેને શાંતિ મળે, એવું કહ્યું છે શાસ્ત્ર સઘળે;
              પણ કડાવાબોલા સંતથી, સહુ જનનાં ચિત્ત બળે...૨
મીઠું બોલ્યામાં શું જાય છે, અને કડવામાં શું કમાણી છે;
             કડવે દુ:ખ મીઠે સુખ છે, એહ વાત તો તમે જાણી છે...૩
છતાં અહંકારે આ અવળાઈ, તમે સમજી નથી છોડતા;
             કટુ બોલીને બગાડયા પછી, સમું કરવા રહો દોડતા...૪
એના કરતા ડાહ્યા ડમરા થઈ, સારું સારું રહોને બોલતા;
             જો જો વાતની વાતમાં કે’ દિ, નબળું કેનું નહીં બોલતા...૫
જોયા કરો તમે અંતરે, ભર્યા ભર્યા રહો હરિ સુખથી;
             આડું અવળું કાંઈ બોલીને, ખાલી ન થશો અંતરથી...૬
સુખે સદા શ્રીજી સંગાથે, ઉચ્ચારો મીઠી વાણીને;
             હાથે કરીને હવે શા માટે, દુ:ખી થવું જ્ઞાન જાણીને...૭

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૧/૦૪/૧૯૯૮, હિંમતનગર, બપોરે

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026