Logo image

માન મૂકીને હું બોલું મીઠું મીઠુંજી

માન મૂકીને હું બોલું મીઠું મીઠુંજી,
એમાં જ મેં તો સદા સુખ દીઠુંજી;
                 કેવું લાગે શાક જો ન હોય મીઠુંજી,
                 ઘસીને અડાડો મા કોઈને અરીઠુંજી...ટેક.
ઊનું લાગે ને એને દુ:ખ થાય, એમ કટુ વાણીથી જાણવું;
            અન્યને દુ:ખે સુખ થાય, એવું આસુરી સુખ ન માણવું...૧
ખીજવીને બીજા જનને, રાજી થાવું નિજ અંતરે;
           એ તો આસુરી સુખ છે, તેને તજતા રહો નિરંતરે...૨
નિંદા કરી નેહ નાથમાં, નથી થતો જાણો તલભાર;
           કોકની કુટતા અંતરમાં, ખાલીપો થાય છે અપાર...૩
મરકી મરકી મીઠું બોલો, મુરતિને રાખવા મનડે;
            નવા વિરોધો નહિ થાય, જૂના પણ પછી નહિ નડે...૪
પરનિંદા ને નિજ પ્રસંશા, ખાલીપો સર્જે નિદાન;
           તમે ન કરો ને ન સાંભળો, હરિ ભજ્યાનું રાખો તાન...૫
મૂર્તિ મૂકી મહારાજની, બીજું કેમ ગમે છે તમને;
           એહ કચાશ વહેલી કાઢજો, ખોળી તમારા મનને...૬
જ્ઞાનજીવન ચેતી જાઓ, મીઠું બોલો હવે ડાહ્યા થઈ;
            કરોને રાજી મીઠાબોલો, અરધા ઉપર વઈ ગઈ...૭

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૧/૦૪/૧૯૯૮, હિંમતનગર, બપોરે

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026