ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે...ટેક. માતાપિતા નિશ્ચે નહિ તારાં, નહિ તારાં સુત નારી રે...ભજી૦ ૧ મારું મારું કરી મૂરખ, અક્કલ વેચાઈ ગઈ તારી રે...ભજી૦ ૨ માલ મલક સર્વે મેલાવીને, લઈ જાશે જમ મારી રે...ભજી૦ ૩ બ્રહ્માનંદ કહે જોઈ મનુષ્ય તણો દેહ, ન મળે વારમવારી રે...ભજી૦ ૪
ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે
હસમુખભાઈ પાટડિયા
ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે
અતુલ દેસાઇ (ગાયક)
ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે
અજાણ (ગાયક )