ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે...ગર્ભ૦
નીચું શીશ ચરણ તારા ઊંચા, દસ મહિના લટકાવ્યો રે...ગર્ભ૦ ૧
બહાર આવીને રસિયો થઈ ડોલે, ભામનીએ ભૂલાવ્યો રે...ગર્ભ૦ ૨
સગાં કુટુંબી સહુ મળીને, મોટો કહીને બોલાવ્યો રે...ગર્ભ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિ ભજ્યા વિના, એળે જનમ ગુમાવ્યો રે...ગર્ભ૦ ૪