Logo image

મનુવા માનને કહ્યું મારું રે, શાને તું બગાડે કામ તારું રે

 મનુવા માનને કહ્યું મારું રે, શાને તું બગાડે કામ તારું રે...મનુવા૦ ટેક.
	નારાયણનું નામ તજીને, બોલે શીદને નઠારું રે...મનુવા૦ ૧
ધન દોલત ઊભી મેલીને, જાવું સાંજ સવારું રે...મનુવા૦ ૨
	જોઈ વિચારીને પગલાં રે ભરજે, વાંસે જમનું છે લારું રે...મનુવા૦ ૩
બ્રહ્માનંદ કહે છત્રપતિ બંકા, ચાલ્યા જાય છે હજારું રે...મનુવા૦ ૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026