વ્હાલા ભક્ત ગાયકો,

>   સૌ પ્રથમ તો કીર્તનોને આપના સ્વરમા ઓડિયો દ્વારા પ્રકાશીત કરીને અધ્યાત્મની, ગુજરાતી સાહિત્યની  અને સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય સેવા કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ.

>   જ્યાં અમને ગાયકોના નામ નથી મળ્યા ત્યાં અજાણ લખેલ છે.  આપ જે કીર્તનના ગાયક છો તેની ખાત્રીવાળી CD મોકલશો તો અપગ્રેડ વખતે આપનું નામ ઉમેરી દઈશું.

>   CD સાથે તમારું નામ, પ્રકાશક કંપનીનું નામ,સરનામું અને કાયમી કોન્ટેક્ટ નંબર જરૂર મોકલશો.

>   આ વેબ સાઈટ જોયા પછી કોઈ સુધારા વધારાની સુચના હોય તો આપ અમારા "પ્રતિભાવ" વિભાગ દ્વારા જરૂર મોકલશો.

>   આ વેબસાઈટ ઉપર કોઈ કીર્તન  કોઈ રાગ કે ગાયક દ્વારા ઓડિયોમાં ઉપલબ્ધ ન હોય અને આપની પાસે તે નવા રાગ કે તે નવા ગાયક દ્વારા ઉપલબ્ધ હોય તો અમને મોકલશો તો અમે તે અપલોડ કરીશું.

>   આપનો કયાંય લાઈવ પ્રોગ્રામ હોય તો તેની વિગત મોકલશો તો અમે લેટેસ્ટ ન્યુઝમાં તે ડિસ્પ્લે કરીશું