ભજ મન સહજાનંદ સ્વામી, સમરથ સુખદાયક હરિ બહુનામી...ભજ૦ ટેક. જાકો ધ્યાન ધરત બ્રહ્મ અક્ષર, મહાપુરુષ મહામુક્ત મુનીશ્વર; વિશ્વાધાર વિશ્વ કે કારન, ઈશ્વર અંતરજામી...ભજ૦ ૧ કરી કરુના માનુષ વપુ લીનો, અવિચળ સુખ સબ જન કું દીનો; મહા પતિત કો કારજ કીનો, તારે વામી કામી...ભજ૦ ૨ વિધિ કે લેખ પર મેખ લે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી; એસે પરમ દયાળુ મુરારી, ન ભજે સો લુનહરામી...ભજ૦ ૩
ભજ મન સહજાનંદ સ્વામી, સમરથ સુખદાયક હરિ બહુનામી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી