Logo image

સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે

સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે...સ્વામિ૦ ટેક.
વ્યાસ વિરંચી શેષ શિવ શારદ, શુક-સનકાદિક વાલ્મિક નારદ;
          આગમ નિગમ મુક્ત મુનિ મહિપતિ, પળ એક ના વિસરાવે...સ્વામિ૦ ૧
અક્ષર અમિત અમિત સુરનાયક, ભજત સકળ મન કાયક વાચક;
          સર્વાધાર ચરાચર સ્વામી, કોઉ જા કો પાર ન પાવે...સ્વામિ૦ ૨
કરી કરુના દ્વિજકુળ વપુ ધાર્યો, ધર્મકુળ કો જશ વિસ્તાર્યો;
          શ્રીઘનશ્યામ ચરન નખ છબી પર, પ્રેમાનંદ બલજાયે...સ્વામિ૦ ૩

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026