Logo image

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે ...ટેક. જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી; ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે ...રૂડા૦ ૧ હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે; ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા રે ...રૂડા૦ ૨ કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને; ચિત્તડું ચોરો છો મીઠું મીઠું ગાવતા રે ...રૂડા૦ ૩ પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી; હેતે શું બોલાવી તાપ શમાવતા રે ...રૂડા૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026