Logo image

વહાલી લાગે છે વરણાગી તારી વાંકડી રે

વહાલી લાગે છે વરણાગી તારી વાંકડી રે ...ટેક. લલિત ત્રિભંગી સુંદર શોભે, સુરનર મુનિનાં મનને લોભે; ચાલો ચાલ ચટકતી પે’રી ચાંખડી રે ...વહાલી૦ ૧ સુંદર હસિત વદનની વાણી, સુણતાં વ્રજવનિતા લલચાણી; જોઈને મોહી અણિયાળી ચંચળ આંખડી રે ...વહાલી૦ ૨ નવલ મનોહર સુંદર છેલા, ઓરા આવોને અલબેલા, મળીએ મોહન બાંધી બાંયે રાખડી રે ...વહાલી૦ ૩ શ્રીઘનશ્યામ છબીના ધામ, પ્રેમાનંદ ભજે આઠો જામ, જોયાની લાગી છે નિશદિન ધાંકડી રે ...વહાલી૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026