Logo image

તારી બાનકની બલિહારી મારા નાથજી રે

તારી બાનકની બલિહારી મારા નાથજી રે ...ટેક. સુંદર રૂપ કહ્યામાં નાવે, શેષ સહસ્ત્રમુખ પાર ન પાવે; કોટિક કામ લજાઈ જોડે હાથજી રે ...તારી૦ ૧ મોહ્યું મન મુખને મરકલડે, ગિરિધરજી ગમિયા છો દલડે; ક્ષણુ ન મેલે સાગર તનયા સાથજી રે ...તારી૦ ૨ રૂપ શીલ ગુણ રસના સાગર, તરુણ કિશોર સદા નટનાગર; વ્રજવનિતાના પ્રાણજીવન સુખપાથજી રે ...તારી૦ ૩ કરુણારસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું; પ્રેમાનંદ નિત્ય ગાવે એ ગુણ ગાથજી રે ...તારી૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026