Logo image

વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે

વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે ...ટેક. આદિપુરુષ ઈશ્વર અવતારી, કરુણારસમય મૂર્તિ ધારી; પતિતપાવન પ્રગટયા આજ અમ કારણે રે ...વારે૦ ૧ નરનારી અગણિત અથડાતાં, ભવસાગરમાં ડૂબકાં ખાતાં; બળવંત બાંહ્ય ગ્રહીને કાઢયાં બારણે રે ...વારે૦ ૨ અધમઉધારણ નામના નામી, બિરુદ તમારું સદાયે સ્વામી; કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે ...વારે૦ ૩ મળિયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આશરો ઉરમાં આણી; પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે ...વારે૦ ૪

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શરણાગતિ, આશરો, કરુણા,કૃપા,દયા,ઉપકાર
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
અધમ ઉદ્ધારણ, પતિતપાવન, ગરીબ નિવાજ, દીનબંધુ
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026