Logo image

જો જો મુજમાંથી ક્યાંય ન જશો રે

જો જો મુજમાંથી ક્યાંય ન જશો રે,
         હસો હસો વાલા થોડું હસો...જો જો૦ ટેક.
તમે હસો તો ગમે બહુ મને રે, જોયા કરું સદા રાત દને રે,
         મૂકું નહિ પળ એક તમને...જો જો૦ ૧
ક્યાંથી મળો તમો અતિ મોંઘા રે, અમ કારણે થયા છો સોંઘા રે,
         અહો પુણ્ય અમારા ઓઘેઓઘા...જો જો૦ ૨
જાશો નહિ પ્રભુ પળ એક રે, હવે રહો વ્હાલા એક-મેક રે,
         જ્ઞાનજીવનના આધાર એક...જો જો૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026