પિયા મારા પ્રાણમાં રાખું હું પ્રોઈ રે, રહું પ્રતિલોમે મૂર્તિને જોઈ...પિયા૦ ટેક. સદા રહો છો મુજમાં વસી રે, નથી જતા પળ પણ ખસી રે, તેથી રહ્યો છું સદા હસી...પિયા૦ ૧ રહું તુંજમાં રહો તમો મુજમાં રે, એક-મેક થયો છું સહજમાં રે, બેઠો વચ્ચોવચ તું તો મુજમાં...પિયા૦ ૨ તારી મૂર્તિમાં વૃત્તિ બંધાણી રે, તારો રસરૂપ આનંદ જાણી રે, જ્ઞાનજીવન એ રસનો બંધાણી...પિયા૦ ૩