Logo image

મળી મને મોંઘી ચિંતામણિ રે

મળી મને મોંઘી ચિંતામણિ રે,
         હતી જેની આશા ઘણી ઘણી...મળી૦ ટેક.
મૂર્તિ તમારી મળી રૂપાળી રે, સુખ આપી વાલા હદ વાળી રે,
         દીધાં દુ:ખ દાળીદર ટાળી...મળી૦ ૧
થઈ અતિશે કૃપા તમારી રે, મૂર્તિ તમારી લાગી છે પ્યારી રે,
         નથી મેલવી હવે પળ ન્યારી...મળી૦ ૨
રહેજો જ્ઞાનમાં સદા દયાળુ રે, કહેજો કૃપાના કે’ણ કૃપાળુ રે,
         દેજો હૈયાના હેત હેતાળુ...મળી૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026