સાખી : મોહન તારી મૂર્તિ, હૃદે રહો મહારાજ, ભૂલું નહિ એક ક્ષણ, એવા રીઝો મહારાજ. પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે, તારો મહિમા અલૌકિક ભારી...પ્યારા૦ ટેક. એક રૂપ થકા છો અનેક રે, ઘણા રૂપ થકા જ છો એક રે, સદા એવા અક્ષરાધાર નેક...પ્યારા૦ ૧ અતિ મોટા ને છો અતિ છોટા રે, તમને જાણે નહિ મોટામોટા રે, તમ આગળ સર્વે છે છોટા...પ્યારા૦ ૨ એક તમે જ છો સર્વોપરી રે, નથી કોઈ તમારો ઉપરી રે, જ્ઞાનજીવન કહે વાત ખરી...પ્યારા૦ ૩