Logo image

તમે મારા પ્રાણથી પ્યારા, તમે મારા પ્રાણથી પ્યારા

તમે મારા પ્રાણથી પ્યારા, તમે મારા પ્રાણથી પ્યારા;
         પ્રાણથી પ્યારા નેણના તારા, અક્ષરવાસી અલબેલ,
હો પ્રીતમ પ્રાણથી પ્યારા, તમે મારા પ્રાણથી પ્યારા...ટેક
         મુખડું મોહનલાલનું શોભે, સુંદર ગોળ કપોળ;
તીલ ને ત્રાજુ તેમાં ઝળકે, અધર રાતાચોળ...હો પ્રીતમ૦ ૧
         ઊપડતી રૂડી મૂછની રેખા, ઝીણા જગે તેમાં વાળ;
દંત પંગતી મુખમાં દીસે, દાડમ કળી રસાળ...હો પ્રીતમ૦ ૨
         ચિબુક તણી શોભા બહુ સારી, કંઠ કંબુ સમાન;
કૌસ્તુભમણિ કોટમાં માળા, પેરી ભાવે ભગવાન...હો પ્રીતમ૦ ૩
હાર માંદળિયાં હેમનાં તેમાં, નૌતમ જડિયાં નંગ,
         દાસ હરિ દેખી ફૂલ ડોલરિયા, અંગ વાધે ઉમંગ...હો પ્રીતમ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026